મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન કર્યું છે. આ વર્ષે અહીં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા આ આયોજન દરમિયાન ભરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. ફ્લાવર શો અંગે અમદાવાદના મેયરે પણ જણાવ્યું હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૧ ડીસેમ્બર, ૨૦૨૨ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ દરમ્યાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે “અમદાવાદ ફ્લાવર શૉ”નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.