આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હીમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો થશે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનની લહેર ચાલી રહી છે. ત્યારે કાતિલ ઠંડીની આગાહી વચ્ચે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વીય પવનની લહેર ચાલી રહી છે. ઉત્તર ભારતમાં હીમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. અમરેલી અને જૂનાગઢનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.