શહેરમાં વહેલી સવારે આગનો ગોઝારો બનાવ બન્યો છે. જેમાં ત્રણ લોકોનાં જીવ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. શાહપુર દરવાજા પાસેની ન્યુ એચ. કોલોની ખાતે ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ આગમાં ઘરમાં રહેતા જયેશભાઇ, હંસાબહેન અને 8 વર્ષના રેહાનના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બાદ આખા વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે.