ભાવનગરમાં રવિવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે રાજપૂત પાઇફંડ સોસાયટી દ્વારા સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે શ્રેણી ૯ થી અનુસ્નાતક કક્ષાએ અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેમજ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિના તેજસ્વી છાત્રોનો અભિવાદન સમારોહ યોજાઇ ગયો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય વક્તા જય વસાવડા કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહ્યા હતાં. જ્યારે અધ્યક્ષસ્થાને ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રહ્યા હતાં. સમાજના રાજકીય, સામાજિક સહિત તમામ ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓની બહોળી ઉપÂસ્થતિ રહી હતી.