ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનુ ઉદઘાટન ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમારના હસ્તે કરાયું હતું.
આ ટુર્નામેન્ટમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત શહેરોની સીટી તથા રેન્જની મહિલા તથા પુરુષોની ટીમો ભાગ લઈ રહી છે જેમાં મેન્સ વિભાગમાં આઠ અને મહિલા વિભાગમાં ચાર ટીમો ભાગ લઈ રહી છે આજે પ્રથમ મેચ ભાવનગર રેન્જ અને વડોદરા વચ્ચે રમાયેલ જેમાં ભાવનગર રેન્જની ટીમનો વિજય થયો હતો. ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનું સમાપન તા.૪ના રોજ સાંજે થશે.