અમૃત યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિદસર ગામમાં ભૂગર્ભ ગટર લાઈન તથા પાણીની લાઈનોનાં કામમાં વરતેજ – બુધેલ રોડ પર સીદસર ગામ પાસેની ભીકડા કેનાલ પર આવેલ પુલ પર ડ્રેનેજ તથા પાણીની લાઈનો પાર કરવા માટેનું કામ હાલ હાથ ધરવાનું છે.
આ કારણે આ પુલ પર માલ સામાન અને મશીનરીની હેરફેર માટે પુરતી જગ્યા મળી રહે તથા કામ દરમ્યાન અકસ્માત ન પ્રર્જાય તે સાવધાની હેતુ ય્ઁસ્ઝ્ર એક્ટની કલમ ૩૬ અંતર્ગત સદરહુ પૂલ તથા તેની બન્ને બાજુની ૩૦ મીટરની લંબાઈનો રસ્તો વાહન વ્યવહાર માટે ૪થી૯ જાન્યુઆરી સુધી બંધ રહેશે. જાહેર જનતાએ ભાવનગર, ચિત્રા, બુધેલ કે વરતેજ તરફ જવા માટે વાહનોએ સિદસર બાયપાસ રોડનો નેશનલ હાઈવે રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે.તેમ મ્યુ. રોડ વિભાગની યાદીમાં જણાવાયું છે.