અમરોલી ટ્રિપલ મર્ડર મામલે DCP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યારે 25 ડીસેમ્બરના રોજ ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. જેમાં એક સગીર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે SIT ની રચના કરાઈ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ બાદ FSL ને સાથે રાખી પુરાવા એકઠા કર્યા હતા. આજે સમગ્ર ઘટનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 9 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં નોકરી માટે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનના માલિક સહિત ત્રણની હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
ત્રિપલ મર્ડર કેસને DCPએ જણાવ્યું કે, 2 આરોપી મજૂરી કામ કરતા હતા અને 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છે અને એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. DCPએ જણાવ્યું કે, 1 આઠવાડિયામાં ચાર્જસીટ રજૂ કરવામાં આવશે અને 5 અધિકારીઓની ટિમ બનાવી સીટની રચના કરાઈ છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમણે કહ્યું કે, છરી ઓનલાઇન મંગાવામાં આવી હતી.
ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક
ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ગૃહમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સાત દિવસમાં આ ઘટનામાં ન્યાય મળે તેવી આશા છે તેમણે કહ્યું કે, હત્યારાઓને સજા થશે એવી બાંહેધરી આપવામાં આવી તેમણે કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી સરકારી વકીલથી લઇ તમામ વ્યવસ્થા ગોઠવાશે.