મહુવાની થોમસ સ્કૂલ નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવાની નૂતન સ્કૂલ પાસે આવેલ મધુસુદન પાર્કમાં રહેતા વિશાલભાઈ અશોકભાઈ રાઠોડ (ઉં.વ.૨૮) ગત તા.૩૦ ના રોજ તેમનું મોટરસાઇકલ લઈને તેમના બહેનના ઘરે ભાણકીને મૂકીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે થોમસ સ્કૂલ પાસે રોડ પર સામેથી આવી રહેલા ટ્રેકટર નં. જી.જે.૦૪ ડી.એ.૬૦૬૪ ના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટ્રેકટર ચલાવી મોટરસાઇકલ સાથે અકસ્માત કરતા વિશાલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે પ્રથમ મહુવા અને ત્યાર બાદ ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મેહુલભાઈ અશોકભાઈ રાઠોડે અકસ્માત કરી જતા રહેલ ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.