ભાવનગર શહેરમાં દોઢેક વર્ષ પૂર્વે ઘરે મસાજ માટે બોલાવેલી મહિલા સાથે ઝઘડો થતાં શખ્સે ઉછેરાઈ જઈ મહિલાની હત્યા કરી દીધી હતી આ સમયે સાક્ષી એવા મહિલાના ૧૩ વર્ષના પુત્રને પણ મોતને ઘાટ ઉતારી લાશ વરતેજ નજીક અવાવરું નાળામાં નાખી ડબલ મર્ડર કરનાર શખ્સને આજે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
બના અંગે પ્રાપ્ત વિગતો મુજબ ૧૦ તારીખ ૮ જુલાઈ ૨૦૨૧ ના રોજ વરતેજ સીદસર રોડ પર મામા કા ઢાબા પાસે અવાવરું નાળામાં કોથળામાં વીતેલી દુર્ગંધ મારતી એક ગ્લાસ મળી આવેલ જેની પોલીસે તપાસ કરતાં બાળકની લાશ હોવાનું ખુલેલ ત્યારબાદ બીજા દિવસે શહેરના પરિમલ ચોક વિસ્તારમાં આવેલ જનકલ્યાણ ફ્લેટમાંથી એક મહિલાની લાશ મળી આવેલ બાદમાં આ બંને માતા પુત્ર હોવાનું બહાર આવેલ અને મહિલા ભાગલી ગેટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અંકિતા પ્રકાશભાઈ જાેશી હોવાનો ખુલેલ અને તેનો પુત્ર શિવમ નામ જાહેર થયેલ આ બંનેની હત્યા જન કલ્યાણ ફ્લેટ કે જ્યાથી લાશ મળી તેનો માલિક હેમલ ભુપેન્દ્રભાઈ શાહ નામના શખ્સે કરી હોવાનું ખુલતા પોલીસે તેની ગણતરીની કલકોમાં ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ સમગ્ર કેસ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એલ.એસ. પીરજાદાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઈ આર. જાેશી દ્વારા ફરિયાદ પક્ષ તરફથી તપાસવામાં આવેલ કુલ ૩૬ સાહેદો, રજૂ કરવામાં આવેલ કુલ ૫૮ દસ્તાવેજાે તથા કાયદાકીય દલીલો કરવામાં આવેલ જેને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ જજે આરોપી હેમલ શાહને કસૂરવાર ઠેરવી હત્યાની કલમ ૩૦૨ અન્વયે આજીવન કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારેલ તેમજ આઇપીસી ૨૦૧ મુજબ પાંચ વર્ષની સજા અને રૂપિયા ૫૦૦૦નો દંડ ફટકારેલ છે.