અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું ૫૪મુ પ્રદેશ અધિવેશન ભાવનગરના યજમાનપદે તા. ૬ થી ૮ જાન્યુઆરી યોજાઈ રહ્યું છે. આવતીકાલ તા. ૬ જાન્યુઆરીને શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અધિવેશનનું ઉદ્ઘાટન યોજાશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શની,પ્રબોધન, સંબોધન શોભાયાત્રા તથા જાહેર સભા સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ ૫૪ માં પ્રદેશ અધિવેશન પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી નગર- કવિ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થશે. આ પ્રસંગે પ્રા.અનુપમ શુક્લ, પ્રા. છગનભાઈ પટેલ, એબીવીપી પ્રદેશ અધ્યક્ષ – સંજયભાઈ ચૌહાણ, પ્રદેશ મંત્રી- યુતિબેન ગજરે, ઉપરાંત આ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ – અગ્રણી ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા (લીલા ગ્રૂપ), ઉપાધ્યક્ષ ડૉ. ગીરીશભાઈ વાઘાણી-પૂર્વ કાર્યકારી કુલપતિ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
શોભાયાત્રામાં દરેક જીલ્લાના પ્રતિનિધિઓ પારંપરિક વૈશભૂષા સાથે જાેડાશે
અધિવેશનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જેમા અ.ભા.વિ.પ.ની આગામી શૈક્ષણિક દ્રષ્ટિએ દિશા નક્કી થશે અને તેના માટે પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ આવેલ પ્રસ્તાવો પર આવેવ પ્રતિનિધિઓ પોતાના સુચનો આપશે, અને તેના પર વિચાર વિમર્શ કર્યા બાદ તે પ્રસ્તાવને પારિત કરવામાં આવશે. તા. ૭ જાન્યુઆરીના પધ્ધતિથી ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવશે, જેમા દરેક જીલ્લાના પ્રતિનિધિ ઓ પોતાના પારંપરિક વૈશભૂષા ધારણ કરીને ભાગ લેશે અને આ શોભાયાત્રા અંતમા સહકારી હાટ ખાતે જાહેર સભાનુ આયોજન કરવામાં આવશે, આ જાહેર સભા અ.ભા.વિ.પ.ના રાષ્ટ્રીય મંત્રી વિરેન્દ્ર સોલંકી સહિત પ્રદેશના વિશ્વ વિધાલયો અને પ્રમુખ મહાવિધાલયોના વિધાર્થી નેતાઓ દ્વારા વિવિધ વિષયો પર ભાષણ આપવામાં આવશે.
સ્ટાર્ટઅપ, ઇનોવેશન, ડ્રગ્સના દૂષણ, સીમા સુરક્ષા જેવી બાબતો ચર્ચાશે
આ અધિવેશનમાં વિવિધ ભાષણ સત્રો પણ યોજાશે, જેમાં સ્વરોજગાર, સ્ટાર્ટઅપ, ઇનોવેશન જેવા વિષયો પર પ્રોત્સાહન મળે તે હેતુથી સ્વાવલંબી ભારત પર તથા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને યારિત્ર્ય નિર્માણ માટે અ.ભા.વિ.પ.ની ભૂમિકા પર ભાષણો રહેશે. તદ્ઉપરાંત નેરેટીવ બિલ્ડીંગ, રાજ્યની સમુદ્રી સીમાનીં સુરક્ષા, વધતા જતા ડ્રગના દુષણ ને દુર કરવા વિશે ચિંતન, રાષ્ટ્રીય શિક્ષક નિતી તથા સોશિયલ મીડિયાનો પ્રભાવ જેવા વિવિધ વિષયો પર પણ ચર્ચા સાથેના સત્રોનુ આયોજન કરવામાં આવશે.