સુરતમાં અડાજણ વિસ્તારમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર રાજ્યની 46થી વધુ સંસ્કૃત પાઠશાળાના 600થી વધુ વિદ્યાર્થીઓની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારો જ્યારે વેદ, પુરાણ અને શ્રીમદ ભાગવત ભાગવત ગીતા કંઠસ્થ કરીને આવ્યા હતા. તેની સાથે સાથે જુદા જુદા 31થી વધુ વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે 31મીએ રાજ્ય સ્તરના સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરાવામાં આવ્યું હતું.
600થી વધુ વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ વખત ભાગ લીધો. આ સ્પર્ધાનું મહત્વ એટલા માટે છે કે, જે 600 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની તૈયારી કરીને આવ્યા હતા. તેમાં ચારેય વેદ, 18 પુરાણ, વ્યાકરણ શાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને વિજ્ઞાન શાસ્ત્ર સહિત અનેક વિષયોના જે આપણા ગ્રંથો શાસ્ત્રો છે તેના જુદા જુદા વિષયો ઉપર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આમ તમામ વેદ પુરાણોની આ સંવર્ધન માટેનો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન હોય તેવું આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે.
ગુરુકુળ પરંપરા અનુસાર અભ્યાસ કરતા ઋષિ કુમારો
આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ એટલે કે ઋષિ કુમારોએ ભાગ લીધો હતો એ સંસ્કૃતનું પઠન અથવા તો અભ્યાસ માત્ર જીવન નિર્વાહ માટે નહીં પરંતુ સંસ્કૃત ભાષા લુપ્ત ન થાય આપણી સનાતન સંસ્કૃતિ લોક સુધી પહોંચે એને લોકો સમજે તેવા ઉમદા આશયથી આ ઋષિ કુમારો અભ્યાસ કરી રહ્યા છે. ગુરુકુળ પરંપરા અનુસાર અભ્યાસ કરતા આ ઋષિ કુમારો અત્યારે સ્પર્ધામાં ભાગ લઈ અને ભવિષ્યમાં આવા જ સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરવાનું પણ જણાવી રહ્યા છે.