બિહારના કટિહાર ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ અકસ્માત એન.એચ. 81 પર કોધા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘારી ખાતે થયો હતો. જાણકારી અનુસાર ઓટો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે જ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને તેઓ ક્યાંક જવા માટે ટ્રેન પકડવા માટે જતા હતા ત્યારે ટ્રકે તેમની રિક્ષાને કચડી નાખી હતી. અકસ્માત બાદ વાહનવ્યવહાર સંપૂર્ણ પણે ઠપ થઈ ગયો છે.