ભાવનગરના ચિત્રા રોડ પર આવેલ મારુતિ ઈમ્પેક્ષના મેનેજર ઉપર રત્નકલાકારે છરીના ત્રણ ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરની સરિતા સોસાયટીમાં રહેતા મૂળ ઉમરાળાના વતની અને ભાવનગરમાં આવેલ મારુતિ ઇમ્પેક્ષમાં મેનેજર તરીકે નોકરી કરતા નિલેશભાઈ મનજીભાઈ સવાણી ( ઉં. વ. ૪૦ ) એ કારખાનામાં કારીગરોને ચડામણી કરતા પ્રવીણ ગોરધનભાઈ વેગડ ને દિવાળી પહેલા કારખાનામાંથી છૂટો કરી દીધો હોય તેની દાઝ રાખી ગઈકાલે મોડી સાંજે નિલેશભાઈ કારખાનું બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા પ્રવીણ વેગડે નિલેશભાઈને શરીરના ત્રણ ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત નિલેશભાઈ ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે નિલેશભાઈએ પ્રવીણ ગોરધનભાઈ વેગડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.