PSL કૌભાંડના સંદર્ભમાં CBI દ્વારા મુંબઈ, દિલ્હી, નોઈડા અને કચ્છમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં રોકડ અને ડોલર રીકવર કરવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મુંબઈમાંથી 90413 USD અને ₹1.99 કરોડ રૂપિયાની રકમ રિકવર કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં મુંબઈ, કચ્છ, નોઈડા અને દિલ્હીમાં 12 સ્થળો પર સર્ચ કર્યું હતું. ગયા વર્ષે સીબીઆઈએ કેનેરા બેંકમાંથી રૂ. 428 કરોડની લોનની છેતરપિંડી કરનારા એક કેસમાં તપાસ કરી હતી. સીબીઆઈએ ગયા વર્ષે મુંબઈ સ્થિત પીએસએલ કંપની વિરુદ્ધ ચાર બેંક લોન છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. સર્ચ દરમિયાન સીબીઆઈએ કંપનીના ડિરેક્ટર ડી એન સેહગલના પરિસરમાંથી વિદેશી ચલણ યુએસડી 90,413 અને રોકડમાં રૂ. 1.99 કરોડ ભારતીય ચલણ જપ્ત કર્યું.