આગામી મકરસંક્રાંતિના ઉજવણીના ભાગ રૂપે સતત ૧૧માં વર્ષે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા આ વખતે પણ અનાથ અને દિવ્યાંગ બાળકો મકરસંક્રાતિનું પર્વ ઉત્સાપૂર્વક ઉજવી શકે તેવા ઉમદા હેતુથી બુધવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૩૫૦ અનાથ અને દિવ્યાંગ બાળકોને એ.વી.સ્કુલ પ્રાથમિક શાળા નં.૨૫, ક્રેસન્ટ ખાતે ચીકી-લાડુ અને ૬૭૫૦ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું

ગુરુવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની ૧૦ શાળાઓમાં અભ્યાસ કરતાં તેત્રીશો(૩૩૦૦) બાળકોને ૧૬૫૦૦ પતંગ અને બિસ્કીટનું વિતરણ કરેલ. તેમજ ભાવનગર પશ્ચિમની તમામ શાળાના બાળકોને ગરમા-ગરમ નાસ્તો પણ આપેલ ભાવનગરની વિવિધ સંસ્થાઓ તાપીબાઈ વિકાસગૃહ, બાલાશ્રમ બોરતળાવ, વગેરે સંસ્થાઓના બાળકોને પણ પતંગ અને બિસ્કીટનું વિતરણ કરેલ. દાતા સુરેશભાઈ રાઠોડ દ્વારા કાળીયાબીડની સરકારી શાળામાં બાળકો માટે એક વોટર કુલર આપવાની જાહેરાત કરેલ.
કાર્યક્રમમાં ભાવનગરના કલેકટર પારેખ, જિલ્લા શિક્ષણ અધિકારી, નાયબ શિક્ષણ અધિકારી, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેÂન્ડંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તથા ભાવનગર ભાજપાના મહામંત્રી ડી.બી.ચુડાસમા, શિક્ષણ સમિતિના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન તથા સદસ્યો અને પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાયાલાલ પટેલ, મુળજીભાઈ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ભાવનગરના નગરસેવકો,વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા ભાજપ પ્રમુખ અને ટીમ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્રણ દિવસનો પતંગ વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયેલ બાળકોને એક લાખ પચ્ચીસ હજાર(૧૨૫૦૦૦) કરતા વધારે પતંગો અને બિસ્કીટનું વિતરણ થયું હતું.





