રેસલરો દ્વારા WFI ના પ્રમુખ બૃજભૂષણ સામે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે યૌન શોષણ કર્યું છે. જેને લઈને ભારતના એવા પહેલવાનો જે દેશ માટે અનેક ચેમ્પિયનશિપમાંથી મેડલ જીતીને આવે છે તે ધરણાં પર બેઠા છે. ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની 7 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. જે સમગ્ર મામલે તપાસ કરશે. આ કમિટીમાં મેરીકોમનો પણ સમાવેશ છે.
રેસલરો દ્વારા WFI ના પ્રમુખ બૃજભૂષણ સામે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે યૌન શોષણ કર્યું છે. ખેલ મંત્રાલયમાં પણ પહેલવાનો દ્વારા એક બેઠક કરી લેવામાં આવી છે. ખેલાડીઑ કહી રહ્યા છે કે બૃજભૂષણ સિંહને હટાવી દેવામાં આવે અને કુશ્તી સંઘને ખતમ કરી ફરી નવું સંઘ બનાવી દેવામાં આવે.