હવે સેલિબ્રિટીઓ કોઈપણ વસ્તુ કે સેવાનું જાતે પરિક્ષણ કર્યા વગર કે પોતે ઉપયોગ કર્યા વગર તેની જાહેરાત કરી શકશે નહીં. ગ્રાહક મંત્રાલયે સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે જાહેરાત સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે.
ગ્રાહકીય બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે જણાવ્યું કે, ઉત્પાદન અને સેવાનો જાહેરાત કરનારી વ્યકિતને અનુભવ હોવો જોઈએ. ગ્રાહકો પણ ખોટી અને ભ્રામક માહિતી આપનારાઓ સામે કાયદાકીય કાર્યવાહીની માગ કરી શકે છે.
ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ખોટી જાહેરાતો કરવા પર નિયમોનું ઉલ્લંઘન કરનારને પહેલીવાર ૧૦ લાખ રૂપિયા અને બીજી વખત ૫૦ લાખ રૂપિયાનો દડં ફટકારવામાં આવશે અને વારંવાર આવુ કરવા પર જાહેરાત પર પ્રતિબધં લાગી શકે છે. કન્ઝયુમર પ્રોટેકશન એકટ ૨૦૧૯ અયોગ્ય વેપાર પ્રથાઓ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે રક્ષણ પુરુ પાડે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ માર્ગદર્શિકાનો ઉદેશ્ય એ છે કે લોકો ઉત્પાદનો અથવા સેવાઓની જાહેરાત કરતી વખતે શ્રોતાઓ અને દર્શકોને ગેરમાર્ગે દોરે નહીં જાહેરાતો ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને માર્ગદર્શિકા અનુસાર હોવી જોઈએ.
સચિવે એન્ડોર્સમેન્ટનો હાઉ શિક્ષક હેઠળની માર્ગદર્શિકા જાહેર કરતા જણાવ્યું કે, ઝડપથી આગળ વધતી ડિજિટલ દુનિયાને જોતા કડક નિયમોની જરૂર છે જાહેરાત હવે પારંપરિક મીડિયા સુધી સીમિત નથી ફેસબુક, ટવીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ સાથે સેલિબ્રિટિઓ અને સોશિયલ મીડિયા સ્ટારમાં વધારો થઈ રહ્યો છે.
મંત્રાલયે નવા નિયમોમાં જણાવ્યું કે, કોઈપણ જાહેરાતમાં સ્પષ્ટ્રીકરણ સાથે સ્પષ્ટ્ર શબ્દોમાં દર્શાવવી જોઈએ જેથી લોકો તેને જોવાનું ચૂકી ન જાય, જાહેરાતને સરળ સ્પષ્ટ ભાષામાં બનાવવી જોએ અને કોઈપણ ઉત્પાદન પ્રચાર માટે જાહેરાત પ્રાયોજિત અથવા પેઈડ પ્રમોશન શબ્દોનો ઉપયોગ કરી શકાય છે.
સેલિબ્રિટિએ કોઈપણ ઉત્પાદન અથવા સેવા કાર્યની જાહેરાત ન કરવી જોઈએ જેમાં મૂળ વાતોને તેમના સારા સ્પષ્ટ્ર રીતે વ્યકત કરવામાં આવતી ન હોય અથવા તેનો તેમણે વ્યકિતગતરીતે ઉપયોગ કર્યેા ન હોય. રોહિતકુમારે જણાવ્યું કે આ માર્ગદર્શિકા એટલા માટે પણ જરૂરી છે કે ૨૦૨૨માં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર બજાર ૧૨૭૫ કરોડ છે જે માત્ર બે જ વર્ષમાં ૨૦૨૫માં ૧૯થી ૨૦ ટકા વધીને ૨,૮૦૦ કરોડનું થઈ જવાનું અનુમાન છે. હાલના સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર્સ પાસે લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. જૂન ૨૦૨૨માં સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી–સીસીપીએ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને રોકવા માટે અને આવી જાહેરાતોના માર્ગદણર્શન માટે નિયમો જાહેર કર્યા હતા.