પોતાના લગ્ન વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને જ્યારે કોઈ ઈંટેલિજેંટ છોકરી મળશે, તેઓ લગ્ન કરી લેશે. રાહુલ ગાંધીએ એક આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની જિંદગી પર ખુલીને વાત કરી હતી. રાહુલ ગાંધીએ આ વાતચીતમાં પોતાનો અભ્યાસ અને કોલેજકાળના પોતાના અનુભવો વિશે ખુલીને જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાની જિંદગીમાં પસંદ અને નાપસંદ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે કોઈ યોગ્ય છોકરી મળશે, તો લગ્ન કરી લેશે.તેના માટે શરત એ છે કે, છોકરી ઇન્ટેલીજન્ટ હોવી જાઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના માતા-પિતાના લગ્ન ખૂબ જ શાનદાર રહ્યા હતા અને એટલા માટે લગ્ન વિશેના તેમના વિચારો ખૂબ જ ઊંચા છે. તેઓ તેમના માટે પણ કોઈ આવા જ જીવનસાથીની રાહ જાઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાની ભારત જાડો યાત્રા દરમિયાન તેમણે દેશની સંસ્કૃતિ અને ખાનપાનને ખૂબ જ નજીકથી જાયું અને અનુભવ કર્યો. તેમણે કહ્યું કે, તેલંગણા જેવા અમુક રાજ્ય મસાલેદાર ખાવાનો વધારે ઉપયોગ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાની ભારત જાડો યાત્રામાં તેમણે સ્પષ્ટ અનુભવ કર્યો કે, કલ્ચર ફક્ત રાજ્યોમાં રાજ્યોની સરહદ પર નહીં, પણ અમુક રાજ્યોની અંદર પણ બદલે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને ખાવામાં તંદૂરી ખાવાનું પસંદ છે. એટલા માટે ચિકન ટિક્કા, સીખ કબાબ અને સારી આમલેટ તેમને પસંદ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કંટ્રોલ ડાઈટ લે છે અને મિઠાઈઓથી દૂર રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને ખાવામાં વટાણા અને જૈકફ્રુટ પસંદ નથી.રાહુલ ગાંધીએ કહ્યું કે, વધારે ગુસ્સો આવવા પર તે એકદમ ચૂપ થઈ જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટીના લોકો સતત પ્રેશર નાખી રહ્યા છે. પણ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી છે. ભારત જાડો યાત્રાએ કહ્યું કે, આ તપસ્યા છે. ભારતની સંસ્કૃતિમાં તપસ્યાનું મોટુ મહત્વ છે. એટલા માટે કોઈ પણ કામ કરવામાં આવતી તકલીફો એક પ્રકારની તપસ્યા છે. દેશમાં લાખો લોકો તપસ્યા કરી રહ્યા છે.