Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

B20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગર ખાતે શરૂ

વૈશ્વિક વ્યવસાયો માટે નિર્ધારિત થયેલી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા અને B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરાશે

aaspassdaily by aaspassdaily
2023-01-23 12:18:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં યોજાનાર ૧૫ કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ છે બિઝનેસ૨૦ ઇન્સેપ્શન મીટિંગ, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૨૨ થી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન યોજાઈ છે.
B20ની સ્થાપના ૨૦૧૦માં કરવામાં આવી હતી અને તે G20 નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય.  ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સાંજે ૬.૦૦થી ૭.૦૦ વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગોના ૨૫૦થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્ર એ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.

આ સત્રમાં માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઇ, માનનીય ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ પંકજ કુમાર હાજરી આપશે.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મીટિંગમાં આવેલા પ્રતિનિધિઓને રાજ્યની સંસ્કૃતિ, કલા અને જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. આ પ્રતિનિધિઓ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ દાંડી કુટિરની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્વાગત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
૨૪ જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર, ગિફ્‌ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્લાઇમેટ ચેન્જ, સમાવેશી અસરને સંચાલિત કરવા માટે ઇનોવેશન પર પુનર્વિચાર અને પુનરોદ્ધાર, વૈશ્વિક ડિજિટલ સહયોગને પુનઃવ્યાખ્યાયિત કરવો, સ્થિતિસ્થાપક ગ્લોબલ વેલ્યુ ચેઇન્સનું નિર્માણ, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન અને સોસાયટીઓનું સશક્તિકરણ જેવા વિષયો પર પ્લેનરી સેશન્સની એક સીરીઝ આયોજિત થશે. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ આ પ્લેનરી સેશન્સમાં વૈશ્વિક નીતિ નિર્માતાઓ, થોટ લીડર્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ હાજરી આપશે. એમેઝોન વેબ સર્વિસિસ પબ્લિક પોલિસી છઁછઝ્રના હેડ મિસ ક્વિન્ટ સિમોન, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સિનિયર રિસર્ચ ફેલો અને રિસર્ચ લીડ્‌સ ડા. અમિતેંદુ પલિત, ૐજીમ્ઝ્ર ગ્રુપ ચેરમેનના સિનિયર એડવાઇઝર લોર્ડ ઉડની- લિસ્ટર ઓફ વડ્‌ર્સવર્થ, ૐઝ્રન્ ટેક્નોલોજીસ લિ.ના ચેરપર્સન મિસ રોશની નાદાર, સેઇડ બિઝનેસ સ્કૂલ, યુનિવર્સટી ઓફ ઓક્સફોર્ડના ડીન પ્રોફેસર સૌમિત્ર દત્તા અને અન્ય ઘણા વક્તાઓ આ સેશન્સમાં હાજર રહેશે.

Tags: B20 meatinggujarat
Previous Post

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રજૂ કરશે ક્લીન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષયને આવરી લેતી સુંદર ઝાંખી

Next Post

લોટ થશે સસ્તો : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

aaspassdaily

aaspassdaily

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
લોટ થશે સસ્તો : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

લોટ થશે સસ્તો : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

હવે દરેક સ્થાનિક ભાષામાં થશે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય

હવે દરેક સ્થાનિક ભાષામાં થશે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.