દેશમાં ફળો, શાકભાજી, ખાદ્યતેલ, પેટ્રોલિયમ તેલ, ખાદ્યતેલની વધતી કિંમતો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. કેન્દ્ર સરકાર પણ તેમના ભાવને લઈને ગંભીર છે. થોડા સમય પહેલા દેશમાં ઘઉંના ભાવમાં વધારો જાવા મળ્યો હતો. તેની અસર લોટના ભાવ પર પણ પડી હતી. લોટના ભાવ વધતાની સાથે જ કેન્દ્ર સરકારનું ટેન્શન વધવા લાગે છે. હવે તેના નિયંત્રણ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
દેશમાં ગત સિઝનમાં ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તો યુક્રેન-રશિયા યુદ્ધની અસર પણ ઘઉંના ભાવ પર પડી હતી. ઓછા સ્થાનિક વપરાશને કારણે ઘઉંના ભાવમાં વધારો થતો ગયો છે. હવે એવી સ્થિતિ છે કે દેશમાં લોટ રૂ.૩૮ પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યો છે. લોટમાં ૪થી ૫ રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાને ઘઉં અને લોટની કિંમતમાં વધારાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઘઉં અને લોટના છૂટક ભાવમાં વધારો જાવા મળ્યો છે. વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે. ઘઉં અને લોટની કિંમતો પર કેન્દ્ર સરકારના સ્તરેથી નિયમિતપણે નજર રાખવામાં આવી રહી છે કે ભાવ કેવી રીતે ઘટાડી શકાય? આ અંગે પણ ટોચના નેતૃત્વ અને નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે મંત્રાલયના સ્તરેથી વધેલી કિંમતોને નિયંત્રિત કરવા માટે પગલાં લેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેક્રેટરીએ કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) પાસે ઘઉં અને ચોખાનો પૂરતો સ્ટોક છે. કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું પગલું ભર્યું હતું કારણ કે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો અને કેન્દ્રીય પૂલ માટે એફસીઆઈની પ્રાપ્તિમાં ઘટાડાને પગલે ભાવને નિયંત્રિત કરવું જરૂરી હતું. આ કારણોસર કેન્દ્ર સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે કિંમત ઘટાડવા માટે નવી કવાયત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર વધતી છૂટક કિંમતોને અંકુશમાં લેવા માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ (ર્ંસ્જીજી) હેઠળ એફસીઆઈના સ્ટોકમાંથી લોટ મિલ જેવા ઉપભોક્તા માટે આવતા વર્ષે ૧૫-૨૦ લાખ ટન ઘઉં બજારમાં મુકવાનું વિચારી રહી છે. જ્યારે વધારાનો ઘઉં બજારમાં આવશે ત્યારે તેની અસર લોટના ભાવ પર થશે.