નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. જોકે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સવારના સમયે આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જાયા બાદ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.