ગુજરાતમાં શ્રમિકોની આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો આપઘાત કરે છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા જવાબ પ્રમાણે ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો આત્મહત્યા કરી રહ્યા છે. 2017માં ગુજરાતમાં 2 હજાર 131 શ્રમિકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2021માં 3 હજાર 206 શ્રમિકોએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ અંગે કામદાર નેતા અશોક પંજાબીનું કહેવું છે કે ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. તેમને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે વેતન નથી મળતું અને 12 કલાક કામ કરવા છતાં માત્ર 8 કલાકનું જ વેતન મળે છે. જેથી નબળી આર્થિક સ્થિતિને કારણે આત્મહત્યા વધવાનું કારણ હોઈ શકે.અશોક પંજાબીનું કહેવું છે કે દર પાંચ વર્ષે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો કાયદો છે. છેલ્લે 2017માં આ વધારો થયા બાદ 2023નું વર્ષ આવી ગયું હોવા છતાં વધારો નથી થયો.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કામદારોને મળતું દૈનિક સરેરાશ વેતન અન્ય કેટલાક રાજ્યોની સરખામણીએ ઘણું ઓછું છે.જેમાં કેરળમાં સરેરાશ દૈનિક વેતન 837 રૂપિયા, તમિલનાડુમાં સરેરાશ દૈનિક વેતન 478.6 રૂપિયા, જમ્મુ અને કાશ્મીરમાં સરેરાશ દૈનિક વેતન 519 રૂપિયા, હિમાચલ પ્રદેશમાં સરેરાશ દૈનિક વેતન 462 રૂપિયા અને ગુજરાતમાં આ રકમ માત્ર 398 રૂપિયા છે.
ગુજરાતમાં કામ કરતા શ્રમિકોમાંથી મોટાભાગના પરપ્રાંતીય હોય છે. જેઓ મહિને 10-12 હજારમાં નોકરી કરતા હોય છે. જેમાંથી ઘણીખરી રકમ ભાડામાં અને જમવામાં ખર્ચાઈ જાય છે. બચત કરી શકાતી. જેને લઈને કેટલાક શ્રમિકો વ્યાજે રૂપિયા લઈને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા હોય છે અને અંતે જીવન ટૂંકાવા મજબૂર બને છે.
શ્રમિકોની આત્મહત્યા રોકવા માટે તેમના લઘુત્તમ વેતનમાં વધારો કરવો જોઈએ. એટલું જ નહીં પણ લઘુતમ વેતન તેમને મળે છે કે નહીં તે અંગે પણ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત મનરેગા હેઠળ વર્ષમાં 100 દિવસની રોજગારી પૂરી પાડવાની જોગવાઈ છે. જેનો યોગ્ય અમલ પણ થવો જોઈએ.તેમની પાસેથી 8 કલાક કરતાં વધુ કામ લેવામાં આવે તો તેમને તેનું યોગ્ય વેતન પણ મળવું જોઈએ.જો આર્થિક સ્થિતિ સુધરશે તો જ શ્રમિકો જીવન નિર્વાહ સારી રીતે કરી શકશે. નહીં તો આગામી દિવસોમાં હજુ પણ અનેક શ્રમિકો તેમનું જીવન ટૂંકાવી શકે છે
ક્યા રાજ્યમાં કેટલું વેતન?
કેરળમાં સરેરાશ દૈનિક વેતન – 837 રૂપિયા રૂપિયા
તમિલનાડુમાં સરેરાશ દૈનિક વેતન – 478.6 રૂપિયા
જમ્મુ-કાશ્મીરમાં સરેરાશ દૈનિક વેતન – 519 રૂપિયા
હિમાલચલપ્રદેશમાં સરેરાશ દૈનિક વેતન – 462 રૂપિયા
ગુજરાતમાં સરેરાશ દૈનિક વેતન – 398 રૂપિયા