સારા કાર્ય માટે સેવાની સરવણી હંમેશા ચાલુ રહેતી હોય છે. ભાવનગરના જાણીતા તબીબ ડો.સુશીલભાઇએ તેમના પિતાશ્રીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના અને તેમના પરિવાર દ્વારા કુંભારવાડા સ્મશાનની પાછળની વસાહતના ખૂબ જ ગરીબ બાળકો કે જેમાંથી કેટલાના પપ્પા હોય તો મમ્મી નથી, મમ્મી હોય તો પપ્પા નથી, કેટલાકને બંને નથી એવા બાળકોને ભાવનગરની નામાંકિત હોટલ ર્ં’ષ્ઠંટ્ઠહં ॅૈંડટ્ઠમાં આજે બપોરનું ભોજન કરાવવામાં આવ્યું. જેમાંથી કેટલાય બાળકોએ ત્યાની વાનગીઓના નામ સુધા સાંભળ્યા નહોતા, તો જાેયા તો ક્યાંથી હોય અને જાેયા પણ ન હોય તો ચાખવાની તો વાત જ ક્યાં હોય ? આ બાળકોની એક મજા એ હતી કે મેહુલ અંકલ અમને ઓલી ઠંડી ઠંડી હવા આવે એવી ગાડીમાં લઈ જશો ને ? અને આવા કાર્યમાં ર્ત્નઅ ર્ક ય્ૈદૃૈહખ્ત ટીમના સભ્યો ડૉ. તેજસભાઇ દોશી, મેહુલભાઈ ગાંધી, હાર્દિકભાઈ અને સમગ્ર ટીમ કશું બેઆની કરતી નથી.