Tuesday, August 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

aaspassdaily by aaspassdaily
2023-01-24 14:17:19
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાપાલિકા તંત્ર દ્વારા કમિશનર એન.વી. ઉપાધ્યાયની રાહબરી અને આગેવાની તળે આજે શહેરના ઘોઘાગેટ ચોક, હેવમોર ચોક, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને પથિકાશ્રમ સુધી તેમજ તળાવમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધરાયું હતું. જેમાં ૪૦થી વધુ લારી, બાકડા, કેબીનો જપ્ત લેવાયા હતાં. જ્યારે ૫૦ જેટલા ઓટલા તથા છજા તોડી પડાયા હતાં. આ સાથે દુકાનનો માલ-સામાન રોડ ઉપર મુકી અડચણ કરનાર બે વેપારીને રૂા.૧૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.


શહેરના ઘોઘાગેટ ચોકમાં બીએસએનએલ કચેરીની ફુટપાથ પર છ ભાઇ ઢોકળાની સ્ટેવાળી એક લારીની આડમાં અન્ય ત્રણ લારીઓ ખડકાઇ હતી જેને આજે મ્યુ. કમિશનરે કબ્જે કરાવી હતી. આ ઉપરાંત અન્ય લારી-બાકડા પણ હટાવાયા હતાં. જ્યારે બીઝનેસ સેન્ટરમાં એકબાજુનો અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગનો દરવાજાે બંધ કરી દુકાન ચણી લેવાઇ હતી જેનું શટર ખોલાવીને કમિશનરે આ દુકાન જેસીબી ફેરવવાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ દુકાન પર મ્યુ. તંત્ર લગભગ ત્રીજી વખત કાર્યવાહી કરી રહ્યું છે ! મહાપાલિકા તંત્રએ આ ઉપરાંત હેવમોર ચોક, ફ્રુટ માર્કેટ તથા શાક માર્કેટમાં આડેધડ ખડકાયેલ લારી, બાકડા, ગલ્લા કબ્જે કર્યાં હતાં. જ્યારે વેપારીઓએ દુકાનની બહાર છજા-પતરા કાઢ્યા હતાં તેને પણ દુર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઓટલા ચણી લેવાયા હતા તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેસીબી- ક્રેઇન જેવા સાધનો સાથે મ્યુ. તંત્રએ ઘોઘાગેટ ચોકથી લઇ પથિકાશ્રમ અને તળાવમાં ફ્રુટ માર્કેટ તથા પાર્કીંગવાળા રસ્તે ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યું હતું જેમાં એક વેપારી પણ ઝપટે ચડી ગયેલ. પુજા ટ્રેડર્સ તથા અંબિકા ટ્રેડર્સ નામની એક જ માલીકીની બે વેપારી પેઢીને જાહેર રોડ પર માલ-સામાન મુકી અડચણ કરવા બદલ રૂા.૧૦ હજાર દંડ કરવામાં આવ્યો હતો. મહાપાલિકા હસ્તકના નગીનદાસ વાણિજ્ય ભવનમાં પણ તંત્રએ સફાઇ હાથ ધરી હતી. ખુદ કોર્પોરેશનની માલિકીની મિલ્કતની આ હાલત જાેઇ ડે.કમિશનરે સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેરને ટકોર પણ કરી હતી.
આજની કાર્યવાહી દરમિયાન જુની માણેકવાડીમાં રસ્તા પર પશુઓ બાંધી ગંદકી ફેલાવવા બદલ બે માલધારીને રૂપિયા બે-બે હજારનો દંડ કરી પશુ ડબ્બે પુરવામાં આવેલ. પશુ નિયંત્રણ વિભાગે આજે કમિશનરના સીધા માર્ગદર્શન તળે માણેકવાડીમાંથી ૧૨ પશુ તેમજ શેલારશા, આંબાચોક, અલકા ટોકીઝ અને સુભાષનગર વિસ્તારમાંથી ૩૯ મળી કુલ ૫૧ પશુ બપોર સુધીમાં ડબ્બે પુર્યા હતાં.

Tags: bhavnagardaban hatayava
Previous Post

ચેરીટી-સામાજીક ખર્ચમાં જીએસટી-ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બંધ થશે

Next Post

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

aaspassdaily

aaspassdaily

Related News

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
તાજા સમાચાર

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

August 5, 2025
રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ
તાજા સમાચાર

રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ

August 5, 2025
લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ
તાજા સમાચાર

લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ

August 5, 2025
Next Post
જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

ચૂંટણી પહેલા જ ભૂજ, રાજકોટ, ગાંધીધામમાં આઇટીના દરોડા

ભાવનગરમાં આઇટી વિભાગના સામુહિક દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.