ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસની ભવિષ્ય ભાખ્યું હતું જેમાં તેને ધાર્યા નિશાન પાર પાડ્યા હતા હવે લોકસભા ની ચૂંટણીની તૈયારી શરૂ કરી કાર્યકરો માં અત્યારથી જ જોમ જુસ્સાના પ્રાણ ફૂંકવાના શરૂ કરી દીધા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર ખાતે મળેલી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર્ટીના નેતાઓને નવો ટાર્ગેટ સોંપ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની સામે ઊભા રહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના તથા અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તેટલા પ્રમાણમાં ભાજપના ઉમેદવારને મત મળે તે સુનિશ્ચિત કરવા માટે અહી ટકોર કરી દેવામાં આવી છે.
લોકસભાની છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે PM મોદીનો ચહેરો આગળ કરીને ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવી છે પરંતુ આ વખતે તમામ બેઠકો પર માત્ર જીત જ નહીં, ભવ્યાતિભવ્ય જીત માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. 2024 લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ ઈચ્છે છે કે વિપક્ષની એકેય સીટ પર ડિપોઝિટ પણ બચવી જોઈએ નહીં. બીજી તરફ મોદી મેજીક અને કેન્દ્ર માં મોદી જ જોઈએ એવા જનતા જાણે મન બનાવી લીધું છે કેમ કે ગુજરાત પરિણામની અસર આગામી દિવસોમાં દિલ્હી ની ગાદી પર જુરૂર દેખાશે એ વાત પણ નક્કી છે.