Thursday, August 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જો તમે કાયદાનું પાલન કરશો તો……., બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધીઓને સલાહ

ઉત્તરાખંડ પહોંચેલા શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો

aaspassdaily by aaspassdaily
2023-01-28 10:54:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર તેમના એક વિડીયોને લઈ ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લેઆમ હિન્દુઓના ધર્માંતરણનો વિરોધ કરે છે. આ માટે તે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવી ગયા છે. જેથી હવે તેઓએ ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન ઉત્તરાખંડ પહોંચેલા શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, જો તમે કાયદાનું પાલન કરશો તો તમને ફાયદામાં રહેશો.
બાગેશ્વર ધામના બાબાનું વલણ કઠોર બની રહ્યું છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની સામે કાર્યવાહીની માંગ કરતાં લોકોને સલાહ આપતા ઉત્તરાખંડથી એક વિડીયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે, જો તમે કાયદાનું પાલન કરશો તો તમને ફાયદામાં રહેશો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, તેઓ ત્રણ દિવસ ઉત્તરાખંડમાં રહેશે. તેમનો દરબાર 2 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં છે. તેઓ આ દરબાર માટે સંતો-મુનિઓને આમંત્રણ આપવા ઉત્તરાખંડ પહોંચ્યા છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉત્તરાખંડના મહિમાના વખાણ કર્યા અને તેને દેવતાઓની ભૂમિ ગણાવી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ એ જ ઉત્તરાખંડ છે, જ્યાં કુદરતનો પ્રકોપ જોશીમઠમાં સેંકડો ઘરોમાં તિરાડો પાડી રહ્યો છે. જમીન ડૂબી રહી છે. લોકો ઘર છોડી ગયા છે. જણાવી દઈએ કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાબાને જોશીમઠમાં ચમત્કાર બતાવવાનો પડકાર ફેંક્યો હતો. જોકે ઉત્તરાખંડથી વિડિયો જાહેર કરનાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જોશીમઠનો ઉલ્લેખ કર્યો ન હતો.
સનાતન ધર્મના ધ્વજને લહેરાવવાની સાથે બાબાએ કાયદા વિશે પણ જણાવ્યું. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કયો કાયદો અને કેવી રીતે અને કોને ફાયદો થશે તેનો જવાબ આપ્યો ન હતો. જોકે અનેક ચર્ચા મુજબ કાયદાની વાત નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના લોકો માટે કહેવાય છે, જેમની ફરિયાદ પર પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્લીનચીટ આપી છે અથવા તો ધર્માંતરણ માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માગણી કરનારા મુસ્લિમ ધર્મગુરુઓ માટે. પણ હવે સાચે તેમણે આ વાત કોની માટે કરી તે તો તેમણે જ ખબર.

મુસ્લિમ ધર્મગુરુએ કરી હતી કાર્યવાહીની માંગ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતમાં નફરત ફેલાવી રહ્યા છે. તે પોતાના ખુલ્લા કાર્યક્રમોમાં ઈસ્લામ ધર્મને નબળો પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ અત્યાર સુધીમાં 328 સ્ત્રી-પુરુષોનું ધર્માંતરણ કર્યું છે. તેમના ઘણા ભાષણો છે જેમાં તેઓ ધર્મ પરિવર્તનની વાત કરે છે.

Tags: Uttrakhandvideo massage by dhirendra shashtri
Previous Post

પ્રજાસત્તાક પર્વ સાળંગપુરના કષ્ટભંજનદેવને તિરંગાનો દિવ્ય શણગાર

Next Post

ઠંડી અને કમોસમી વરસાદને લઈને ગુજરાત માટે 24 કલાક ભારે!

aaspassdaily

aaspassdaily

Related News

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત
તાજા સમાચાર

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

August 21, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

August 21, 2025
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ
તાજા સમાચાર

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

August 21, 2025
Next Post
ઠંડી અને કમોસમી વરસાદને લઈને ગુજરાત માટે 24 કલાક ભારે!

ઠંડી અને કમોસમી વરસાદને લઈને ગુજરાત માટે 24 કલાક ભારે!

જેરુસલેમમાં સિનેગોગ પર આતંકી હુમલો: 8ના મોત, 10 ઘાયલ

જેરુસલેમમાં સિનેગોગ પર આતંકી હુમલો: 8ના મોત, 10 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.