ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓનો હાેટ સ્પોટ બની ગયો છે, અહીંયા આ માફિયાઓ કોલેજના વિધાર્થીઓને સહિત અને યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે.રાજયની પોલીસ હાલ ડ્રગ્સ મામલે અસરકારક ભૂમિકા ભજવી રહી છે અનેક ડ્રગ્સ પેડલરોને જેલના હવાલે કર્યા છએ. તે છંતા પણ ડ્રગ્સના નાના મોટા માફિયાઓ ગેંગ ચલાવીને ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે. પોલીસે આ ડ્રગ્સના માફિયાઓને ખતમ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ડ્રગ્સ પેડરો પર બાજ નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કરશે, હા હવે ડ્રગ્સ પેડરોની ખેર નથી. તેમના પર ડ્રોનથી નજર રાખવામાં આવશે, મામલે અમદાવાદના સિંધુભવનથી આની શરૂઆત કરવામાં આવશે.ગૃહમંત્રીએ ડ્રોનને લઈને સૂચના પણ આપી દેવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે પીસીબીના અમારા બે કર્મચારીઓ છે. જેઓએ સ્વખર્ચે તાલીમ લીધી છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા જે તાલીમ લેવામાં આવી છે તે આરટીજીસીએ એપ્રુવડ છે. હવે આ લોકો સર્ટીફાઈડ પાયલટ છે અને આ લોકો અન્ય કર્મચારીઓને તાલીમ પણ આપી શકશે. પોલીસમાં સર્ટીફાઈડ પાયલટ મળવાની સંભાવના ખૂબ ઓછી છે. ત્યારે અમે ડ્રોન કેમેરાથી તમામ ઉપર નજર રાખી શકીએ. ડ્રગ્સ પેડલરો પર પણ હવે અમે ડ્રોન કેમેરાથી નજર રાખીશું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બે પોલીસ કર્મીઓ દ્વારા સ્વખર્ચે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી તાલીમ પણ લઇ લીધી છે. તેમજ હવે તેઓ દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ડ્રોન તાલીમ આપવામાં આવશે. આગામી સમયમાં સિન્ધુ ભવન રોડ પર ડ્રોનથી નજર રખાશે. ડ્રગ્સ પેડલરો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.