જુનાગઢએ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે.ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે.આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે.આ વર્ષ ચોમાસા દરમિયાન ઓક્ટોબરની અંદર વરસાદ થયો હતો.જેના કારણે ઘણા આંબાઓમાં કોર ફૂટી ગયા હતા.
જે આંબાઓની જે કોર આવેલો છે એની અંદર હજી મોર આવ્યો નથી. બાકીના જે આંબાઓ છે તેની અંદર ખૂબ સારી પરિસ્થિતિ છે આંબામાં સારા મોર આવી ગયો છે અને અત્યારે ફળધારીની પ્રક્રિયા ચાલુ છે. કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો ભાગ ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.