રાંચી રમાયેલી પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી દિધુ છે. પ્રથમ T20માં ભારતને ન્યૂઝીલેન્ડે 21 રને હરાવ્યું છે. જીત માટે 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી.
ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હતી તે દરમિયાન શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સ્કોરની વાત કરીએ તો માત્ર 15 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શુભમન ગિલ 7, ઈશાન કિશન 4 અને રાહુલ ત્રિપાઠી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. પ્રથમ ત્રણ વિકેટ પડી જવાને કારણે ટીમ ઈન્ડિયાનો મોમેન્ટમ બગડ્યો .