પેપર લિકને પગલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે ત્યારે ઉમેદવારો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગૌણ સેવા મંડળે પ્રોટેક્શન માંગ્યું છે.
રવિવારે વધુ એક વખત પેપર લીક થતા રાજ્યના લાખો બેરોજગાર યુવાઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે આથી ઉમેદવારોમા આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ કરાઈ છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરવામાં આવી છે. ઉમેદવારોના રોષને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચેરી ખાતે પુરતો પોલીસ સ્ટાફ તૈનાત રાખવા રજુઆતના અંતમાં જણાવ્યું છે.