Saturday, November 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોરબી પુલ દુર્ઘટના: મૃતકોના વારસદારોને વળતર ફોર્મ્યુલાનો હાઈકોર્ટનો આદેશ સ્વીકારતુ અજંતા

વાહન અકસ્માત અથવા સુપ્રિમકોર્ટની ફોર્મ્યુલા મુજબ વળતર

aaspassdaily by aaspassdaily
2023-01-31 11:54:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના વારસોને વળતર ચુકવવાના આદેશનો ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ સ્વીકાર કર્યો છે. વાહન અકસ્માત કેસના દાવાના ધોરણે અથવા પરિવારમાં કમાનાર મોભીની કમાણીના ધોરણે સુપ્રીમ કોર્ટની ફોર્મ્યુલા મુજબ વળતર આપવા હાઈકોર્ટે તાકીદ કરી હતી અને તેનો ઓરેવાએ સ્વીકાર કર્યો છે.
બ્રિટીશકાળ વખતના ઝુલતા પુલના સંચાલનનો કોન્ટ્રાકટ ધરાવતા ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ તાજેતરમાં અદાલત સમક્ષ સ્વીકાર્યુ હતું કે કાંઈક ખોટુ થયુ હોવાથી 30 ઓકટોબર 2022ના રોજ ઝુલતો પુલ તૂટી ગયો હતો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની બેંચે મૃતકોના વારસદારોને ચુકવવાના થતા વળતરનાં નાણાં રાજય સરકારમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટની ફોર્મ્યુલા સરલા વર્મા કેસ સાથે સંકળાયેલી છે. 1988ના આ કેસમાં સરલાના 38 વર્ષીય પતિનુ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની હડફેટે મોત નિપજયુ હતું. અજંતાના વકીલ નિરૂપમ નાણાવટીએ કહ્યું કે હાઈકોર્ટની સુચના મુજબ મૃતકોના વારસદારોને વળતર આપ્યા બાદ પણ કંપનીની જવાબદારી ખત્મ નહીં થાય. જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ 11 વળતર દાવા પેશ થયા છે. પંચમા વળતર નકકી થઈ જવાના સંજોગોમાં તે રકમ જમા કરવાની છુટ્ટ આપવામાં આવે. અદાલતે જો કે, એમ કહ્યું કે કોઈ મુદ્દા ઉપસ્થિત થાય ત્યારે ફેંસલો કરાશે.ગ્રાહક પંચ દ્વારા વળતર દાવા વિશે 6 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.

135 લોકોની યાદમાં સ્મારક બનાવવાનો મોરબીના રાજવી પરિવારે નિર્ણય કર્યો
ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા 135 લોકોની યાદમાં સ્મારક બનાવવાનો મોરબીના રાજવી પરિવારે નિર્ણય કર્યો છે. 1979ની મચ્છુ પુર હોનારતમાં સેંકડો લોકો મોતને ભેટયા હતા તેના સ્મારકની બાજુમાં જ આ નવુ સ્મારક બનાવવાની દરખાસ્ત છે. ડીઝાઈન તથા અન્ય પ્રક્રિયા હવે થશે.

Tags: gujarathigh courtmorbi bridgevaltar
Previous Post

દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા સમયથી બે ડગલા આગળ ચાલતો હોય, એવું ભારત હોય- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Next Post

T-20 મેચ પહેલાં 4 કાશ્મીરી યુવકોની કરાઇ અટકાયત

aaspassdaily

aaspassdaily

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
T-20 મેચ પહેલાં 4 કાશ્મીરી યુવકોની કરાઇ અટકાયત

T-20 મેચ પહેલાં 4 કાશ્મીરી યુવકોની કરાઇ અટકાયત

સુરત-મુંબઇ હાઇવે પર અકસ્માત, બારડોલીના NRI પરિવારના 4 લોકોના મોત

સુરત-મુંબઇ હાઇવે પર અકસ્માત, બારડોલીના NRI પરિવારના 4 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.