રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત-મુંબઈ હાઈવે પર બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો હતો. બારડોલીનો NRI પરરિવાર લંડન જવા એરપોર્ટ જઈ રહ્યો હતો તે દરમિયાન વ્હોરવાડના પરિવારને અકસ્માત નડ્યો હતો. ત્યારે અકસ્માતમાં પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બારડોલીનો પરિવાર લંડન જઇ રહેલા બે NRIને મુંબઇ એરપોર્ટ પર મુકવા જઇ રહ્યાં હતા. તેમની સ્કોડા કાર કાસા ગામની સીમમાં પહોંચી ત્યારે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. મૃતકોની ઓળખ મોહમ્મદ હાફીઝ (36), ઈબ્રાહીમ દાઉદ (60), આશિયા કલેક્ટર (57) અને ઈસ્માઈલ દેસાઈ (42) તરીકે થઈ છે. તેઓ સુરતના બારડોલીના રહેવાસી હતા. તેઓ એનઆરઆઈ છે. આ પરિવાર લંડના જતા બે વ્યક્તિઓને મુકવા માટે સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. આ દુર્ઘટનાની તેમના સગા-સંબંધીઓને જાણ કરવામાં આવી છે.
અકસ્માત થયાની જાણ થતાં જ ચારોટી જંકશન નજીકના રહેવાસી અને કાસા ગામની આસપાસના લાકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતાં બારડોલીના વહોરવાડ વિસ્તારના સગાસંબંદીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો પણ પહોંચ્યા હતા