વરતેજ તાબેના પીથલપુર ગામમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા બે શખ્સને વરતેજ પોલીસે ઝડપી લીધા હતા.
વરતેજ પોલીસ કાફ્લો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે પીથલપુર ગામના નાળા પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા વિપુલ વલ્લભભાઈ ચૌહાણ રહે. પીથલપુર અને તેનો મિત્ર અરવિંદ પ્રેમજીભાઈ મકવાણા રહે. રીંગરોડ, ભાવનગરવાળાને ઇંગ્લિશ દારૂની ૧૧ બોટલ કિં. રૂ. ૪,૮૭૩ સાથે ઝડપી લઈ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.