હિંડનબર્ગ રિસર્ચ અને અદાણી ગ્રુપ વચ્ચેના વિવાદ વચ્ચે ગ્રુપના વડા ગૌતમ અદાણીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી છે. તેમણે ટ્વિટર પર ફોટો શેર કરીને આ મીટિંગની માહિતી આપી છે. હિંડનબર્ગ વિવાદ પછી ગૌતમ અદાણીનું આ પ્રથમ ટ્વિટ છે.અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે મંગળવારે ઈઝરાયેલનું વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હાઈફા બંદર $1.2 બિલિયનમાં હસ્તગત કર્યું હતું. આ ડીલ હેઠળ અદાણી ગ્રુપ તેલ અવીવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ પણ સ્થાપશે. અદાણીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હાજરીમાં હાઈફા પોર્ટને હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા અને રોકાણની તકો વિશે વાત કરી હતી.
હાઈફા પોર્ટના અધિગ્રહણનેમાઈલસ્ટોન ગણાવતા નેતન્યાહુએ કહ્યું કે તેનાથી ભારત અને ઈઝરાયલ વચ્ચે અનેક માધ્યમો દ્વારા કનેક્ટિવિટી વધશે. હાઇફા બંદર કાર્ગો જહાજોની દ્રષ્ટિએ ઇઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર છે જ્યારે પ્રવાસી જહાજોની દ્રષ્ટિએ સૌથી મોટું બંદર છે. નેતન્યાહુએ કહ્યું લગભગ 100 વર્ષ સુધી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ હૈફા શહેરને આઝાદી અપાવવામાં મદદ કરી. એ જ ભારતના રોકાણકારો હાઈફા બંદરને મુક્ત કરાવવામાં મદદ કરી રહ્યા છે. ગૌતમ અદાણી ગ્રુપે છેલ્લા છ વર્ષમાં એલ્બિટ સિસ્ટમ્સ, ઈઝરાયેલ વેપન સિસ્ટમ્સ અને ઈઝરાયેલ ઈનોવેશન ઓથોરિટી જેવી કંપનીઓ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે.