બજેટ રજુ કરતા નાણામંત્રી નિર્મલા સિતારામને આવકવેરા અંગે વિગતો આપતા જણાવ્યુ હતું કે સાત લાખની આવક ધરાવનારને આવકવેરો ભરવાનો નહી રહે.
જાે કે નવી સ્કીમ અને જુની સ્કીમ બંન્નેમાં આ લાગુ પડશે કે માત્ર નવી સ્કીમમાં તે હજું સ્પષ્ટ થયુ નથી. નોંધનીય છે કે અત્યાર સુધી આ મર્યાદા પાંચ લાખની હતી જેમાં બે લખાનો વધારો કરી સાત લાખ કરવામાં આવી છે.
આ ઉપરાંત કૃષી લોન ૨૦ લાખ કરોડ સુધી વધારવામાં આવી છે તથા ખેડુતોને મોટા અનાજ ઉત્પાદન માટે તાલીમ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ વખતે નાણામંત્રી ડીઝીટલ સ્વરૂપે બજેટને મેડ ઈન્ડિયાના આઈપેડને લાલ રંગના કવરથી વિટાળીને લાવ્યા હતા. આમ ખાતાવહીની પરંપરા પણ દુર કરી ડીઝીટલ ઈન્ડિયાનું ડીઝીટલ બજેટ દેખાયુ હતું.