ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એકાદ મહિનાથી કમિશ્નરની સુચના અને સીધી દેખરેખ તળે દબાણ હટાવ કાર્યવાહી તથા સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે રોજ દિ’ ઉગેને કમિશ્નર રાઉન્ડમાં નિકળી પડે છે. આજે કમિશ્નરે રાઉન્ડમાં કુંભારવાડા વોર્ડનો વારો આવતા વિસ્તારના ગેરકાયદે દબાણો સહિતની બાબતો ઝપટે ચડી ગઈ હતી. અને તંત્રએ કાર્યવાહી કરી હતી. જાે કે કમિશ્નરની કાર્યવાહીમાં મહાપાલિકા તંત્રની નબળાઈ વધુ એક વખત છતી થઈ છે.
કુંભારવાડામાં બાથાભાઈના ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં કોર્પોરેશનની માલીકીના શૌચાલયવાળી જગ્યામાં એક શખ્સે ગેરકાયદે કબ્જાે કરી લઈ અને એક ઓરડી તેમજ તબેલો બાંધી તેમાં કડબનું વેચાણ શરૂ કર્યુ હતું. તેમ છતાં મહાપાલિકા તંત્રના આખ આડા કાન રહ્યા હતા. પરંતુ આજે કમિશ્નર ઉપાધ્યાયે કુંભારવાડા વોર્ડમાં મુલાકાત લેતા તેને આ બાબતનો ખ્યાલ આવતા તંરત જ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જાે કરી જેમાં રાખેલ ૫૦૦ મણ જેટલી કડબ તથા રજકો ઝપ્ત લેવરાવ્યો હતો જ્યારે દબાણ દુર કરવા પણ હુકમ કર્યોે હતો. લગભગ ૧૫૦૦ સૌથી બે હજાર ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે કબ્જાે લઈ અને બાંધકામ કરી દેવાયું છતા તંત્ર ચુપકીદી સેવીને બેઠુ હતું. કમિશ્નરના રાઉન્ડ દરમિયાન આ નબળાઈ આજે છતી થઈ હતી.
આ ઉપરાંત કુંભારવાડા વિસ્તાર તથા નારીરોડ પર ગેરકાયદે ખડકાયેલ ૧૦ થી ૧૨ કેબીનો જપ્ત લેવડાવી દબાણ હટાવની કાર્યવાહી કમિશ્નરે કરાવી હતી. કુંભારવાડમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાતા સંબંધીત તત્વોમાં ફફડાટ મચ્યો હતો. અને કેટલાકે સ્વૈચ્છાએ દબાણો દુર કરવામાં ડહાપણ સમજ્યુ હતું. !
નાઈટ ડ્રાઈવ કરી ૨૭ પશુ ડબ્બે પુર્યા
ભાવનગરમાં એકાદ મહિનાથી રખડતા પશુઓને પકડી ડબ્બે પુરવાની કામગીરી અસરકારક રીતે થઈ રહી છે. તેમ છતાં હજુ અનેક વિસ્તારમાં રખડતા ઢોર જાેવા મળી રહ્યા છે. આથી તંત્ર પણ થાક્યા વગર પશુ પકડવાની કામગીરી નિરંતર કરી રહ્યું છે. દિવસના સમયે રસ્તા પર વાહનોની અને નગરજનોની આવન જાવનના કારણે પશુ પકડવાની કામગીરી જાેખમી સાબીત થતી હોવાની મહાપાલીકાની પશુ નિયંત્રણ ટીમ આ કામગીરી વહેલી સવારે કરતું આવ્યું છે દરમિયાનમાં ગઈકાલે કેટલ ડ્રાઈવ નાઈટ શિફ્ટમાં ગોઠવાઈ હતી અને ૨૭ પશુને પકડીને ઢોરને ડબ્બે પુરવામાં આવ્યા હોવાનું કમિશ્નરે એક વાતચીતમાં જણાવ્યુ હતું.