અદાણી એન્ટરપ્રાઇઝે 20,000 કરોડની તેની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ રદ કરવાની જાહેરાત કરી છે. બુધવારે મોડી રાત્રે આની જાહેરાત કરતી વખતે, કંપનીએ કહ્યું કે, તે આ FPOના રોકાણકારોને તમામ પૈસા પરત કરશે.
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના સવાલો બાદ અદાણી ગ્રુપે એક મહત્વનું પગલું ભર્યું છે. હિંડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટમાં કંપની પર મોટા દેવાનો ઉલ્લેખ કરતા ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ‘કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, તેની આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાયેલી બેઠકમાં તેના ગ્રાહકોના હિતમાં આંશિક રીતે પેડ-એપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 20,000 કરોડ રૂપિયા સુધીના FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, દિવસના ટ્રેડિંગ દરમિયાન ગ્રૂપના શેરમાં વોલેટિલિટી વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌતમ અદાણીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બોર્ડ અમારા FPO પ્રત્યેના તમારા સમર્થન અને પ્રતિબદ્ધતા માટે તમામ રોકાણકારોનો આભાર માનીએ છીએ. FPO માટે સબસ્ક્રિપ્શન ગઈકાલે સફળતાપૂર્વક બંધ થયું હતું. પાછલા અઠવાડિયા દરમિયાન શેરમાં અસ્થિરતા હોવા છતાં, કંપની તેના વ્યવસાય અને તેના સંચાલનમાં તમારો શ્રદ્ધા અને વિશ્વાસ અત્યંત આશ્વાસન આપનારો અને નમ્ર રહ્યો છે. આભાર.’