સુપ્રિમ કોર્ટે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો હતો જેમાં વીસ વર્ષની કોલેજ સ્ટુડન્ટની પ્રેગનન્સી પર સુપ્રિમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યુ હતુ કે ૨૯ અઠવાડિયાનો ગર્ભ નહીં પડાવી શકે. છોકરીએ બાળકને જન્મ આપવો પડશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કુંવારી વયમાં ગર્ભવતી બનનાર એક કોલેજની છોકરીના કિસ્સામાં સુપ્રિમ કોર્ટે ચુકાદો જાહેર કરતા જણાવ્યુ હતુ કે તેણે બાળકને જન્મ આપવો પડશે. એમ્સ અને મહિલા બાળ વિકાસ મંત્રાલયને વિદ્યાર્થીનીને સુરક્ષિત રીતે પહોચાડવા માટે સુપ્રિમ કોર્ટે કહ્યું હતુ. તેમજ છોકરીની સુરક્ષિત ડિલિવરી કરાવવાનો નિર્દેશ એમ્સ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આપ્યો હતો. તેમજ બાળકના જન્મ બાદ રસ ધરાવતા માતા-પિતાને સોંપવામાં આવશે જ્યાં તેનો સારી રીતે ઉછેર કરવામાં આવશે તેમ સુપ્રિમ કોર્ટે કહ્યું હતુ.
એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીએ 19 જાન્યુઆરી 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે પોતાની 29 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માગી હતી. તેમણે અરજીમાં જણાવ્યું હતુ કે તે હાલમાં કુંવારી માતા બનવા માગતી નથી, તેથી તેણીએ સ્થાનિક ફાર્માસિસ્ટ પાસેથી કેટલીક ગોળીઓ લીધી હતી પરંતુઆ ગોળી બેઅસર થઈ છે અને ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે, 28 અઠવાડિયા બાદ મારી તબિયત ખરાબ થઈ તેથી ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યારે ડોક્ટરે મને કહ્યું કે મારા પેટમાં 28 અઠવાડિયાનો ગર્ભ ઉછરી રહ્યો છે.