દેશ અને વિશ્વના નાણાકીય તથા શેરબજારમાં અદાણી ગ્રુપની સામે સર્જાયેલા વાવાઝોડા તથા સંસદમાં પણ છેલ્લા બે દિવસથી વિપક્ષો દ્વારા સરકારને ભીસમાં લેવાના થઈ રહેલા પ્રયાસ વચ્ચે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારે અદાણી મુદે ખુદને દુર રાખવાનો પ્રયાસ કર્યો છે.
સંસદમાં વિપક્ષો દ્વારા સંસદમાં થઈ રહેલી ધમાલમાં પણ સરકારે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. તે વચ્ચે આજે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ એક ટુંકા પ્રત્યાઘાતમાં જણાવ્યું કે અદાણી સરકારને કોઈ લેવા દેવા નથી. વિપક્ષ આ મુદો ઉઠાવી રહ્યા છે. કારણ કે તેની પાસે કોઈ મુદા જ નથી. બીજી તરફ સરકારી વિમા કંપ્ની એલઆઈસીએ પણ સ્પષ્ટતા કરી છે. હાલમાં અદાણી ગ્રુપના શેરોમાં જે વેચવાલીનો દૌર છે પણ એલઆઈસીએ અદાણી ગ્રુપના કોઈ કંપ્નીના શેર વેચ્યા નથી.
અદાણી ગ્રુપની સૌથી મોટી કંપ્ની અદાણી પોર્ટ ફ્રી ઝોનમાં એલઆઈસી 10% શેર ધરાવે છે. જયારે અદાણીની અન્ય ગ્રુપ કંપ્નીઓમાં એલઆઈસી સિંગલ ડીજીટમાં હિસ્સો ધરાવે છે.