કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂનું રિમોટ વોટીંગ મશીનને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં દેશમાં આવનારી ચૂંટણીમાં રિમોટ વોટીંગ મશીનના ઉપયોગનો કોઈ પ્રસ્તાવ રાખવામાં આવ્યો નથી.
શુક્રવારે મળેલા લોકસભા સત્ર દરમિયાન રિમોટ વોટીંગ મશીનને લઈને એક નિવેદન કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ આપતા જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં RVM એટલે કે રિમોટ વોટીંગ મશીનનો ઉપયોગ અંગે કોઈપણ પ્રકારનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, રિમોટ વોટીંગ મશીનના ઉપયોગથી બોગસ વોટીંગ અટકાવી શકાય છે. તેમણે લેખીતમાં જવાબ આપતા કહ્યું હતુ કે આગામી કોઈપણ ચૂંટણીમાં આરવીએમનો ઉપયોગ અંગે પ્રસ્તાવ નથી. મહત્વનું છે કે તેનો ઉપયોગ NRI મતદારો માટે પણ કરવામાં આવતો નથી.