ભાવનગર શહેરના માળીના ટેકરા વિસ્તારમાં આવેલા હઝરત સીદીમામુ પીરનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો.આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં ર્કુઆન ખ્વાની, સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામુહીક દુવાઓ કરવામાં આવી હતી . તેમજ ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે સીદીની ધમાલે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. સીદી સમાજના લોકોએ હવામાં નાળીયેર ઉછાળી પોતાનું માથુ મારી નાળીયેરના કટકા કર્યા હતા. અને આકર્ષક સીદીની રમતો રમી હતી આ પ્રસંગે મોટી સંખ્યામા શ્રધ્ધાળુ ઉમટી પડયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ટેકરા મોહલા જમાતના આગેવાનો સાલમભાઇ આરબ, કાળુભાઇ બેલીમ, ઇકબાલભાઇ શેખ, મુનાફભાઇ આરબ, અબ્દુલ્લા આરબ, રમીઝ આરબ, શૌકતખાન પઠાણ તેમજ સીદી જમાતના પ્રમુખ સહિતે જહેમત ઉઠાવી હતી.