વરતેજ તાબેના માલણકા ગામમાં આવેલ નેરાના કાંઠે બાવળની કાટમાં જુગાર રમતા છ શખ્સને વરતેજ પોલીસે ઝડપી લઇ રોકડ રકમ, મોબાઈલ સહિત રૂ.૭૮,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે છ શખ્સ નાસી છૂટ્યા હતા.માલણકા ગામની સીમમાં રૂવા ગામનો શખ્સ નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરતેજ પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, માલણકા ગામના નેરાના કાંઠે આવેલ બાવળની કાંટમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બાવળની કાંટમાં અમુક ઈસમો કુંડાળું વળી જુગાર રમતા મળી આવ્યા હતા. જાે કે પોલીસને જાેઈને જુગાર રમતા શખ્સો દોટ મૂકીને ભાગ્યા હતા જેનો પોલીસે પીછો કરી છ શખ્સને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયા જગદીશ કાનજીભાઈ જાંબુચા રહે. ભાવનગર, કાળુ કાનજીભાઈ સોલંકી રહે. આધેવાડા, સુરપાલસિંહ જયુભા ગોહિલ રહે. ભાવનગર, રાજેન્દ્રસિંહ ગોહિલ રહે. ભાવનગર,કલ્પેશ રમેશભાઇ રાઠોડ રહે. ભાવનગર અને રમેશ ઉર્ફે પ્રભુ ખોડાભાઈ ખસિયા રહે. ભાવનગર વાળાના કબજામાંથી પોલીસે રૂ. ૬૩,૬૦૦ રોકડા, ૬ મોબાઈલ મળી કુલ રૂ. ૭૮,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા ભાવનગરના રુવા ગામમાં રહેતો ગોયો બારૈયા નામનો ઈસમ આ સ્થળે નાળ ઉઘરાવી જુગારની સવલત પૂરો પાડતો હોવાનું તેમજ કરણ ભરતભાઈ ડાભી રહે. માલણકા અને રામા બારૈયા રહે. ભાવનગરવાળા વાહનમાં લાવવા,લઇ જવાની સવલત પુરી પાડી જુગારનો અખાડો ચલાવવામાં મદદ કરતા હોવાનું જણાવતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.