પ્રથમ દ્રષ્ટિએ જાેતા એવુ લાગે કે આવુ સુંદર તળાવ કોઈ અન્ય રાજ્ય કે દેશનુ હોય શકે! પણ ના આ તો ભાવનગરનુ ગંગાજળીયા તળાવ છે ભાવનગરના રાજવીઓએ ભાવેણાની જનતાને ઘણા સ્થાપત્યો, મંદિરો, તળાવ વી. બનાવી આપ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળીયા તળાવનું રી ડેવલપમેન્ટ કરી સોનામા સુગંધ ભળે તેમ તેની સુંદરતામા વધારો કર્યો છે. હાલ શિયાળો જાવુ જાવુ થઈ રહ્યો છે ત્યારે એકવાર સાંજના સમયે તળાવની મુલાકાત લેવા જેવી છે. (તસવીર સૌજન્ય: ગૌરાંગ પીઠડીયા)