ભાવનગર સહિત રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે ભાવનગર પોલીસ વિભાગ દ્વારા તા. ૭ ને મંગળવારે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી હોય, લોકો વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરાવવા આગળ આવે તે માટે અગાઉ જાહેર લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા હવે લોકોને નિયામાનુસાર સરળતાથી લોન મળે તે માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તા.૭ ને મંગળવારે સવારે ૧૧ કલાકે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોનમેળાનો લાભ લેવા ભાવનગર જિલ્લાની જનતાને પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.