ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં આવેલ વોરાના કબ્રસ્તાન નજીક ત્રણ માલના મકાનમાં આગ લાગતા દીકરીના કરિયાવર સહિતનો સમાન આગની લપેટમાં આવી ગયો હતો.બનાવની જાણ થતાં ફાયરભિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કરચલિયાપરા, વોરાના કબ્રસ્તાન સામે આવેલ ચંપાબેન હિંમતલાલ ચૌહાણની માલિકીના ત્રણ માળના મકાનમાં રવિવારે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી.આગ ઉપરના માળમાં પણ પ્રસરી જતા ઘરમાં રાખેલ દીકરીના લગ્ન માટેનો કરિયાવર સહિતની ઘરવખરી આગની લપેટમાં આવી ગઈ હતી.
આ બનાવની જાણ થતાં ફાયરભિગેડ કાફલો કરચલિયાપરા દોડી ગયો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી.આગની ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.