સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં રાજ્યકક્ષાના સર્વોચ્ચ એવા રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તથા જાંબોરીમાં ભાગ લઈ રાષ્ટÙીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર ભાવનગરના સ્કાઉટ ગાઈડને સન્માનિત કરવાનો સમારોહ પુર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને નેશનલ સ્કાઉટ કમિશનર મનીષભાઈ મહેતા તથા સાયન્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિÂન્સપાલ ડા. જી.એમ. સુતરીયાની વિશેષ ઉપÂસ્થતિમાં યોજાઈ ગયો.
બાળકોના સર્વાંગી વિકાસ અને રાષ્ટÙપ્રેમને વરેલી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં ભાવનગર માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં નામના ધરાવે છે. નોંધનીય છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પણ આ પ્રવૃત્તિની તાલીમ લીધી હતી અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિના ભાવનગરમાં ૧૦૦ વર્ષ થયા છે ત્યારે શતાબ્દી વર્ષ ઉજવાઇ રહ્યું છે. આ ઉજવણી અંતર્ગત રાજ્ય અને રાષ્ટÙીય સ્તરે સિદ્ધિ મેળવનાર સ્કાઉટ ગાઈડનો સન્માન સમારોહ બીજી ફેબ્રુઆરીને ગુરુવારે વિદ્યાધીશ વિદ્યા સંકુલ (કાળીયાબીડ) ખાતે યોજાઇ ગયો.
સ્કાઉટીંગ પ્રવૃતિના પ્રોત્સાહક- પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે બાળકોને જણાવ્યું હતું કે, તમે તમારી જિંદગીનો આ સમય શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં આપી રહ્યા છો. આ પ્રવૃત્તિ જ ખરું જીવન ઘડતરનું કામ કરતી હોય છે. તેમણે ઉપÂસ્થત મહેમાનો અને વાલીઓને પણ આ પ્રવૃત્તિમાં પરોક્ષ રીતે સહભાગી થવા બદલ અભિનંદન આપ્યા હતા.
નેશનલ સ્કાઉટ કમિશનર મનીષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ભાવનગર શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. સાથે આગામી દિવસોમાં ઉત્તમ કાર્યક્રમ ભાવનગરમાં યોજાશે તેવી ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડા. જી.એમ. સુતરીયાએ આ પ્રવૃત્તિ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે અને તેના જીવનમાં અદભુત બદલાવ લાવે છે તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટે સંભાળ્યું હતું તો સંકલન સ્કાઉટ કમિશનર જયેશભાઈ દવેએ કર્યું હતું અને સમગ્ર વ્યવસ્થા ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ તથા કાજલબેન પંડ્યા, ઉજાસ ભટ્ટ, યશપાલ વ્યાસ, હાર્દ પંડ્યા સહિતનાએ સંભાળી હતી.