ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે આગામી ૧૪ માર્ચથી લેવાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં કોરોના પછી ઘટેલા આત્મવિશ્વાસને વધારવા તેમજ વિદ્યાર્થીઓને અનુભવ મળે તે હેતુથી છેલ્લા ૧૨ વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા સૌરાષ્ટÙ સમાચાર તથા રોટરી ક્લબ રોયલના સહયોગથી તારીખ ૧૫ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન ધોરણ ૧૦ની મોક એકઝામનું આયોજન કરાયું છે
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના માફક સંપૂર્ણ બોર્ડની સ્ટાઇલથી પરીક્ષા લેવાશે આ પરીક્ષામાં બોર્ડની માફક રીસીપ્ટ, બેઠક નંબર, બારકોડ અને ખાખી સ્ટીકર, બોર્ડ મુજબ જ સીટ નંબર, ઉત્તરવહી અને બોર્ડ મુજબનું જ પ્રશ્નપત્ર ફોર્મેટ, બેઠક વ્યવસ્થા, સુપરવિઝન, પેપર ચેકીંગ અને પરીક્ષાના સમય દરમિયાન સ્કવોડની પણ રચના કરવામાં આવશે ટૂંકમાં પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીને સંપૂર્ણ બોર્ડ પરીક્ષાનો માહોલ પૂરો પાડવામાં આવશે બોર્ડની માફક ૦૧ પત્રક રીઝલ્ટ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે આ પરીક્ષામાં દર વર્ષે ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના પરીક્ષાર્થીઓ ભાગ લેતા હોય છે આ પરીક્ષામાં કોઈપણ સ્કૂલ કે ટ્યુશનના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે આ પરીક્ષામાં ભાગ લેનાર પરીક્ષાર્થીઓમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ ત્રણ ક્રમાંકમાં નંબર પ્રાપ્ત કરશે તેમને જ્ઞાનગુરુ વિદ્યાપીઠ તથા રોટરી ક્લબ રોયલ દ્વારા સાયકલ તથા શિલ્ડ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૪ માર્ચથી પરીક્ષા શરૂ થવાની છે ત્યારે તે અગાઉ ૧૫ ફેબ્રુઆરીએ આ પરીક્ષા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પૂરવાનું કાર્ય કરશે આ પરીક્ષામાં જાડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ રામ મંત્ર મંદિર પાસે, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સાગવાડી, મનહર ગ્રુપ ટ્યુશન કાળીયાબીડ તથા ઘોઘા સર્કલ તેમજ ફોટો Âક્લક સ્ટુડિયો આરટીઓ, દાસ પેંડાવાળા સંસ્કાર મંડળ, ડીલક્ષ મોબાઈલ કાળા નાળા તથા વાઘાવાડી, ૯ મોબાઈલ શિવાજી સર્કલ, બ્રહ્મ ક્ષÂત્રય નરશીદાસ બાવાભાઈ શા†ીનગર, વિમલ ઓÂપ્ટકલ્સ ડોન ચોક ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને એમ જી ટી દ્વારા તૈયાર કરાયેલ ખાસ રોકડીયા માર્ક મેળવો આઈએમપી સાહિત્ય વિનામૂલ્ય આપવામાં આવશે રજીસ્ટ્રેશન ૧૦ ફેબ્રુઆરી પહેલા કરવું ફરજિયાત રહેશે.