Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બજેટમાં જીએસટીના કેટલાક કાયદાઓ ક્રિમીનલની વ્યાખ્યામાથી દૂર કરાયા

સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા કેન્દ્રીય બજેટ અંતર્ગત ભરત પોપટ અને ભરત શેઠનો યોજાયો માર્ગદર્શન સેમીનાર

aaspassdaily by aaspassdaily
2023-02-07 14:04:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં રજુ થયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટેનો એક માર્ગદર્શન સેમીનાર ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટસ, ભાવનગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસોસીએશન , ભાવનગર ઇન્કમટેક્ષ બાર એસોસીએશન, ભાવનગર સેલટેક્ષ બાર એસોસીએશન તથા ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાનાં સંયુક્ત ઉપક્રમે ચેમ્બર હોલ ખાતે યોજવામાં આવેલ.જેમાં પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કમાણીએ  જણાવેલ કે દર વર્ષે રજુ થયેલ બજેટમાં કેટલીક ટેકનીકલ બાબતો વિષે વેપાર – ઉદ્યોગ જગતને અને નાગરીકોને મૂંઝવણ હોય છે તેથી ચેમ્બર દ્વારા દર વર્ષે બજેટ રજુ થયા બાદ આ વિષયના તજજ્ઞો દ્વારા તેની વિસ્તૃત છણાવટ કરતા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવે છે જેથી વેપાર – ઉદ્યોગ જગત અને નાગરિકોને બજેટ સંદર્ભે કોઈ મુશ્કેલી હોય કે કોઈ મૂંઝવણ હોય તો તે વિષે યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહે તેમજ નવી જાગવાઈઓ , યોજનાઓ અને વિવિધ સુધારાઓથી સૌ સંપૂર્ણ માહિતગાર થાય તેવો મુખ્ય આશય છે.


કાર્યક્રમનાં પ્રથમ મુખ્ય વક્તા એવમ અગ્રગણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ પોપટે ડાયરેક્ટ ટેક્ષ વિષે વક્તવ્ય આપતા જણાવેલ કે ઇન્કમટેક્ષ કાયદામાં નવી કરવેરા પધ્ધતિમાં રૂ. ૭ લાખ સુધી કોઈ વેરો ભરવાનો થશે નહિ. જૂની પધ્ધતિની સરખામણીમાં નવી પધ્ધતિમાં કોઇપણ જાતનું રોકાણકે અન્ય ડીડકશન બાદ મળવાપાત્ર થશે નહિ. લગભગ ૧૨૫થી વધુ સુધારાઓ કરવામાં આવેલ છે જેમાં મોટા ભાગના સુધારાઓ પ્રોસીજરને લગતા છે . એકંદરે બજેટ આવકારદાયક છે . કાર્યક્રમનાં દ્વિતીય મુખ્ય વક્તા એવમ કરવેરા નિષ્ણાંત ભરતભાઈ શેઠે ઇન – ડાયરેક્ટ ટેક્ષ (જીએસટી) વિષે માહિતી આપતા જણાવેલ કે ય્જી્‌ કાયદામાં લગભગ ૧૫ જેટલા સુધારા કરવામાં આવેલ છે. જેમાં નાણામંત્રીએ કાયદાની અમુક જાગવાઈઓ ક્રિમીનલ ગુનાની વ્યાખ્યામાંથી દૂર કરવાનું જણાવેલ છે. તેનાં અનુસંધાને ય્જી્‌માં અમુક જાગવાઈઓ ડીક્રિમીનલાઈઝ કરેલ છે ઈનપુટ ટેક્ષ ક્રેડિટમાં ઝ્રજીઇ અંગે કરેલ ખરીદીની ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર નથી તેવી જાગવાઈ કરેલ છે . સરેરાશ બજેટની જાગવાઈઓ આવકારદાયક છે. કાર્યક્રમના અંતે રાખવામાં આવેલ પ્રશ્નોત્તરી શેશનમાં ઉપસ્થિતત શ્રોતાઓ દ્વારા બજેટ અંગે મૂંઝવતા પ્રશ્નોના બંને વક્તાઓ દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં આવેલ. આ પ્રસંગે ચેમ્બરનાં પૂર્વ – પ્રમુખ સુનીલભાઈ વડોદરીયા, માનદ મંત્રી કેતનભાઈ મેહતા , મેનેજીંગ કમિટીનાં સભ્યો સહયોગી એસોસીએશનના હોદ્દેદારો, વેપારીઓ, ઉદ્યોગકારો, ટેક્ષ કન્સલ્ટન્ટસ તથા નાગરીકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરની ટેક્ષેશન કમિટીનાં ચેરમેન હિતેશભાઈ રાજ્યગુરુ દ્વારા તથા આભારવિધિ ચેમ્બરના માનદ્દ ખજાનચી મીતેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ .

 

Tags: bhavnagarBudget seminachamber of commerce
Previous Post

મોક એક્ઝામમાં ભાગ લઈ જીતો સાયકલ તથા શિલ્ડ

Next Post

પાણીના ૨૮૮૦ પ્રતિબંધિત પાઉચ ઝડપાતા તેનો નાશ કરતું મ્યુ. તંત્ર

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
પાણીના ૨૮૮૦ પ્રતિબંધિત પાઉચ ઝડપાતા તેનો નાશ કરતું મ્યુ. તંત્ર

પાણીના ૨૮૮૦ પ્રતિબંધિત પાઉચ ઝડપાતા તેનો નાશ કરતું મ્યુ. તંત્ર

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મકાનમાં ભાગ મામલે માતા-પુત્રી ઉપર ભાઈ-ભાભી સહિતનાએ કર્યો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.