ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપાયેલ ડુપ્લીકેટ ઓઇલ બનાવતા એકમમાંથી ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો મંગાવનાર શખ્સને બોરતળાવ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવતી ફેકટરી ઝડપી પાડી બોરતળાવ પોલીસે શહેરના સંઢીયાવાડ વિસ્તારમાં રહેતા મહમદ સદીકઅલી નાયાણીની રૂ.૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાના કારોબાર અંગે પોલીસે તપાસ આગળ ધપાવી ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો મંગાવનાર માવજી રામજીભાઈ નામના ઇસમને બોરતળાવ પોલીસે બોટાદથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.