કેન્દ્ર સરકારે MBBS વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં NEET PG ઈન્ટર્નશિપની તારીખ 11 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
આરોગ્ય મંત્રાલયે મંગળવારે NEET PG 2023 અને NEET એમડીએસ 2023ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. મંત્રાલયે એમબીબીએસના ઉમેદવારો માટે એક વર્ષની ફરજિયાત ઈન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે કટ ઓફ ડેટ 30 જૂનથી વધારીને 11 ઓગસ્ટ કરી દીધી છે. આ પહેલા 13 જાન્યુઆરીએ કટ ઓફ ડેટ 31 માર્ચથી વધારીને 30 જૂન કરવામાં આવી હતી. બીડીએસ વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં જણાવાયું કે MBBSના જે વિદ્યાર્થીઓ મોડી ઈન્ટર્નશિપને કારણે NEET PG 2023ની પરીક્ષા માટે પાત્ર બન્યાં નહોતા તેમને માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 13,000 થી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે.
1 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ઈન્ટર્નશિપ પૂર્ણ કરી રહ્યા છે અને નીટ-પીજી 2023 માટે અન્ય તમામ માપદંડો પૂર્ણ કરી રહ્યા છે, તેઓ 9 ફેબ્રુઆરી (બપોરે 3 વાગ્યાથી) થી 12 ફેબ્રુઆરી (રાત્રે 11:55 વાગ્યા સુધી) સુધી પરીક્ષા માટે અરજી કરી શકે છે. હકીકતમાં, ઘણા વિદ્યાર્થી યુનિયનોએ આરોગ્ય મંત્રાલયને નીટ પીજી 2023 માટે પાત્રતાની તારીખ વધારવાની વિનંતી કરી હતી. NEET PG પ્રવેશ પરીક્ષા 5 માર્ચ, 2023 ના રોજ લેવામાં આવશે.